ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા આયોજન
જુના તવરા ગામ ખાતે આયોજન
નશામુક્ત ભારત અંગેનો કાર્યક્રમ યોજાયો
લોકોને નશામુક્તિ અંગેના શપથ લેવડાવાયા
ભરૂચમાં બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા જુના તવરા ગામે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે બ્રહ્મકુમારીઝ ગીતા પાઠશાળા ખાતે વિશેષ નશામુક્ત ભારત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જુના તવરા ગામના સરપંચ જાગૃતી પરમારની ઉપસ્થિતિમાં નશા મુક્તિ માટેની પ્રતિજ્ઞા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનુયાયીઓ અને ગ્રામજનો જોડાયા હતા.બ્રહ્માકુમારીઝ સંસ્થા અને ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં નશામુક્ત ભારતનો એક વિશેષ કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો.
