અંકલેશ્વરમાં કરવામાં આવ્યુ આયોજન
જીઆઇડીસી પોલીસ મથક ખાતે આયોજન
વિજયા દશમીના પર્વની ઉજવણી
શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે વિજયાદશમીના પાવન અવસરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રોનું પૂજન,કરવામાં આવ્યું હતું સનાતન ધર્મમાં દશેરાના દિવસે શસ્ત્રો અને અસ્ત્રોનું પૂજન કરવાનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે,

અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે. પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો દ્વારા થતી શસ્ત્ર પૂજા કરવાની પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે પીઆઇ આર.એમ વસાવા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસન્ગે પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિજયાદશમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
