ભરૂચની ઓળખ સમાન કબીરવડ

હજારો પ્રવાસીઓ ઉમટે છે

વિકાસના નામે મીંડું

જાહેર શૌચાલય ખંડેર હાલતમાં

સંત સમાજમાં નારાજગી

ભરૂચની ઓળખ સમાન કબીરવડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે સંત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે

ભરૂચની ઓળખ સમાન અને પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત કબીરવડ ખાતે વિકાસના અભાવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એક તરફ કબીરવડ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવતા હોવા છતાં બીજી તરફ અહીં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. યોગ્ય સાફ-સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જ્યારે જાહેર શૌચાલય પણ ખંડેર હાલતમાં હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હાલ દિવાળી વેકેશન દરમિયાન કબીરવડ ખાતે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. તેમ છતાં જાહેર શૌચાલયની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ખાસ કરીને મહિલાઓ અને બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત આગામી 22, 23 અને 24 નવેમ્બર દરમિયાન કબીરવડ ખાતે 104મા ભવ્ય સંત સમાગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કબીર સંપ્રદાયના સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.આ સંદર્ભે શ્રી 1008 ગુરુચરણદાસ સાહેબ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે સંત સમાગમ મેળા પૂર્વે કબીરવડ ખાતે યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે, જાહેર શૌચાલયની વ્યવસ્થા સુદૃઢ બનાવવામાં આવે તેમજ ભોજન પ્રસાદ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.