ભરૂચના આમોદમાં પોલીસની કાર્યવાહી
વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
3 પોલીસ મથકની હદમાં ઝડપાયો હતો દારૂ
રૂ.1.72 લાખની કિંમતના દારૂનો નાશ કરાયો
અધિકારીઓ રહ્યા હાજર
ભરૂચના આમોદના સુગર ગ્રાઉન્ડ ખાતે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચના આમોદ, કાવી અને વેડચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 24 અલગ-અલગ ગુનાઓમાં ઝડપાયેલો અંદાજે 1 લાખ 72 હજાર 200 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી જંબુસરના નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક, ભરૂચના નશાબંધી ઇન્સ્પેક્ટર તેમજ ત્રણેય પોલીસ સ્ટેશનના અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુગર ગ્રાઉન્ડ ખાતે દારૂના જથ્થા પર રોલર ફેરવી તેનો નાશ કરાયો હતો.
