New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/06114132/Corona-test.jpg)
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં આજે 12545 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી વધુ 123 લોકોનાં મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 13021 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે.
Latest Stories