અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

ગડખોલમાં આયોજન કરાયું

સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે આયોજન

પરંપરાગત મેળો યોજાયો

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આવેલ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથે પરંપરાગત આઠમનો મેળો યોજાયો હતો

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ ૮૦૦ વર્ષ જૂના પૌરાણિક  સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે ખાતે  આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે પરંપરાગત  મેળો યોજાયો હતો આઠમ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને માતાજીના ચરણોમાં નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક અનુષ્ઠાન અને પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિદ્ધેશ્વરી માતાનું મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. કપિલ મુનિ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવ્યા બાદ માતાજી સ્વયં પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે.આ મંદિર 800 વર્ષ જૂનું હોવાની પણ માન્યતા છે ત્યારે આજરોજ આઠમ નિમિતે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા