ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા 73મા અખિલ ભારત સહકાર સપ્તાહના પૂર્ણાહુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે 73મા અખિલ ભારત સહકાર સપ્તાહનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ તારીખ 20 નવેમ્બર શુક્રવારના રોજ સવારે 10:30 કલાકે ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓ. બેંક લી ખાતે યોજાયો હતો.

કાર્યક્રમના પ્રમુખ તરીકે ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદના ઉપાધ્યક્ષ રવિન્દ્રસિંહ અરૂણસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી., અમદાવાદના ડિરેક્ટર સુરેશ ડાહ્યાભાઈ પટેલે હાજરી આપી હતી.

આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ધી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., ભરૂચના પ્રમુખ દિલીપ છોટુભાઈ પટેલ અને એ.પી.એમ.સી., અંકલેશ્વરના ચેરમેન મુકેશ કરસનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમના આયોજન માટે ભરૂચ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભરત.બી. પટેલ, ઉપાધ્યક્ષ વત્સલાબેન ડી. વસાવા અને એક્ઝી. ઓફિસર નરેન્દ્ર.આર. લીંબચીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.