આમ આદમી પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા પર થયો જીવલેણ હુમલો

New Update
આમ આદમી પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા પર થયો જીવલેણ હુમલો

AAPના બંક્ષીપંચ પ્રદેશ અધ્યક્ષ અને બોટાદ ભાવનગર સુરેન્દ્રનગરના પ્રભારી ઉમેશભાઈ મકવાણા ઉપર જીવલેણ હુમલો થયો હતો. બરવાળા અમદાવાદ હાઇવે પર પોલારપુર પાસે 5 બુકાનીધારીઓએ હુમલો કર્યો હતો.

બોટાદ, આમ આદમી પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા પર આજ સાંજના સુમારે બરવાળા હાઇવે પર પોલારપુર પાસે 5 અજાણ્યા શખ્સોએ ધસી આવી બુકાનીધારીઓએ હોકી અને બેઝબોલ વડે જીવલેણ હુમલો કર્યો છે, તાત્કાલિક સારવાર હેઠળ ઉમેશભાઈને બોટાદની પટેલ ઓર્થોપેટિક હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે, આ હુમલો કોના ઇસારે કરાયો છે અને હુમલાખોરો કોણ હતા એની હજુ સુધી કોઈ માહિતી મળી ન હતી. જો કે પોલીસ તત્કાલ હોસ્પિટલ ખાતે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories