ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન કાગદીવાડમાં રહેતો સુજાતખાન બસીરખાન પઠાણ અને તેનો સાથીદાર શાહરુખ પઠાણે વિદેશીદારૂનો જથ્થો પીરામણ ગામની સીમમાં સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી .જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી રૂ 1 લાખ 93 હજારની કિંમતનો વિદેશીદારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસે કુખ્યાત બુટલેગર સુજાતખાન પઠાણ અને શાહરુખ પઠાણને વોન્ટેડ જાહેર કરી બંન્ને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી દરમ્યાન પોલીસે બાતમીના આધારે શાહરુખ પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
