એસીપીસી ઈજનેરી પ્રવેશ પ્રક્રિયામાં આજથી પિન વિતરણ શરુ

એસીપીસી ઈજનેરી પ્રવેશ પ્રક્રિયામાં આજથી  પિન વિતરણ શરુ
New Update

રાજ્યની ઈજનેરી કોલેજોમાં આજથી પિન વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે ગતવર્ષ કરતાં આ વર્ષે ડિગ્રી એંજિનિયરિંગ અને ફાર્મસીમાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે એંજિનિયરિંગમાં વધુ બેઠકો ખાલી રહે તેવી પરિસ્થિતી સર્જાઈ છે. ત્યારે ગત વર્ષે 30000 જેટલી ડિગ્રી એંજિનિયરિંગની બેઠકો ખાલી રહી હતી.

આ વર્ષે એસીપીસી દ્વારા ઇજનેરી કોલેજ માં પ્રવેશ વિતરણ માટે 20 મી થી પિન વિતરણ રાજ્ય ની 137 ઇજનેરી કોલેજ ની 60937 જેટલી સીટો માટે અને ડિગ્રી અને ડિપ્લોમા ની 80 કોલેજ ની 5795 બેઠકો માટે 21 મી થી રજીસ્ટ્રેશન શરૂ થશે acpc ની વેબસાઈટ પર તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. આ મામલે એસીપીસીના ડીન જી.પી વડોદરિયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે એસીપીસીના 86 હેલ્પસેન્ટરો પર દરેક વિદ્યાર્થીઓએને માહિતી મળી શકશે ખાસ કરીને કોઈ પણ એજન્ટની વાતોમાં આવવું નહીં તથા 21 તારીખથી બીફાર્મ ડિગ્રીના પિન વિતરણ ચાલુ કરવામાં આવશે.

Here are a few more articles:
Read the Next Article