CAA-NRC નો વિરોધ કરનારા સરકારી કર્મચારીઓ સામે થશે કાર્યવાહી!

New Update
CAA-NRC નો વિરોધ કરનારા સરકારી કર્મચારીઓ સામે થશે કાર્યવાહી!

વાહન વ્યવહાર કમિશનરે કહ્યું કાયદાકીય પગલાં લેવાશે

ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ ઉપર હાલ CAA (નાગરિકતા સુધારા કાયદો )અને NRC (નેશનલ રજિસ્ટર

ઓફ સિટિઝન્સ) મામલે ચાલતી

ટીકા- ટિપ્પણીઓમાં રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ પણ ટીકા-ટિપ્પણી કરતાં હોવાનું ધ્યાને આવતા

રાજ્યના સરકારી વિભાગો હરક્તમાં આવ્યાં છે અને આ કર્મચારીઓને સરકારની ટીકાઓથી દૂર રહેવા તાકીદ

કરવામાં આવી છે.

CAA-NRC નો વિરોધ કરનાર કર્મચારીઓ સામે સિવિલ સર્વિસીસ રૂલ્સ ભંગ હેઠળ પગલાં લેવામાં આવશે. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા RTO કચેરીના કર્મચારીઓ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યુ છે કે, કેન્દ્ર અથા રાજ્ય સરકારની હાલની નીતિ કે મંતવ્યને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકારાત્મકતા વધે તેવી રીતે પ્ર્રસ્તુત કરે અથવા શેર કરે તો આવી પ્રવૃત્તિઓનો સમાવેશ સરકારની ટીકામાં થાય છે. જે ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સનો ભંગ ગણાય છે, જેથી કર્મચારીઓને તેની નોંધ લેવા સૂચના આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારનો  વિરોધ કરનાર કર્મચારીઓ સામે સિવિલ સર્વિસીસ

રૂલ્સના ભંગ હેઠળ પગલા લેવાશે તેમ વાહન વ્યવહાર કમિશનરે કહ્યું છે.

Latest Stories