બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની જામીન નામંજૂર થઈ ગઈ છે. અભિનેતાની આ વર્ષે માર્ચ મહિનામાં ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આજે આ મામલાની સુનાવણી મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટમાં થઈ હતી જેમાં તેને જામીન મળ્યા નથી.
ડ્રગ્સના કેસમાં ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ અભિનેતા એજાઝ ખાનનું નામ સામે આવ્યું છે. એજાઝ ખાન પર બટાટા ગેંગનો ભાગ હોવાનો આરોપ છે.
તપાસ એજન્સીને તપાસમાં એજાઝના ઘરેથી 4.5 ગ્રામ અલ્પ્રોઝોલ ટેબ્લેટ મળી હતી, પરંતુ ધરપકડનું કારણ બટાટા ગેંગ સાથે સંકળાયેલ હોવાનું જણાવાયું છે. એનસીબીએ કોર્ટને કહ્યું હતું કે ડ્રગ્સ કેસમાં શાદાબ બટાટા અને એજાઝ ખાન વચ્ચે સબંધ સામે આવ્યા છે. એનસીબીએ કહ્યું કે અમને વોટ્સએપ ચેટ્સ, વોઇસ નોટ્સ મળી છે, જે પુષ્ટિ કરે છે કે એજાઝ ખાન ડ્રગ્સના કેસમાં સામેલ છે.
તમને જણાવી દઈએ કે શાદબ બટાટા પર મુંબઈની બોલિવૂડ સેલેબ્સને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. ફારુક તેની શરૂઆતની જિંદગીમાં બટાકા વેચતો હતો. તે સમયે તે અન્ડરવર્લ્ડના કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો અને આજે તે મુંબઈનો સૌથી મોટો ડ્રગ સપ્લાયર છે. હવે તેના બે પુત્રોએ આ ડ્રગ વર્લ્ડનું આખું કામ સંભાળી લીધું છે.
સુશાંત સિંહના મોત બાદ ડ્રગ્સના મામલાની તપાસ કરી રહેલી એનસીબીએ અત્યાર સુધીમાં ઘણી મોટી બોલિવૂડ હસ્તીઓની પૂછપરછ કરી છે.
