જે ઝડપે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટી રહી છે તે જોતા લાગે છે કે થોડા દિવસોમાં દેશ કોરોનાથી મુક્ત થઈ જશે. આ સિવાય મૃતકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા સોમવારના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1000થી ઓછા કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં માત્ર 913 નવા કેસ નોંધાયા છે, જે 715 દિવસ પછીના સૌથી ઓછા કેસ છે. આ દરમિયાન 13 લોકોના મોત થયા અને 1316 લોકો સ્વસ્થ પણ થયા. સૌથી મોટી રાહત એ છે કે દેશમાં હવે માત્ર 12,597 સક્રિય કેસ બાકી છે, જે 714 દિવસ પછી સૌથી ઓછા છે. સક્રિય કેસોમાં ભારે ઘટાડાનો અર્થ એ છે કે કોરોના સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. દૈનિક ચેપ દર વધીને 0.29% થઈ ગયો છે.