સાતમ આઠમના તહેવારો માં અનેક લોકો તહેવારોના નામે જુગાર રમતા આવવાનું ચાલી આવ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ શ્રાવણિયો જુગાર રમતા લોકોને પકડવા માટે પોલીસે પ્રયાસો શરૂ કરી દીધા છે શહેરના પૂર્વ વિસ્તારમાં જુગારી પકડાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. ૧૮ જુગારીઓ સાથે લાખો રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના વિસ્તારમાં સાતમ આઠમના દિવસે લોકો ભેગા થઈને જુગાર રમતા હતા. જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરીને જુગારીઓને ઝડપી લીધા છે. નરોડા પોલીસને બાતમી મળી હતી કે નરોડા જીઆઈડીસીમાં આવેલા એક મકાનમાં જુગાર રમતા હોવાથી ત્યાં બાતમીના આધારે રેડ કરી જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ 8 જુગારીઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ સહિત કુલ 1,41,800 મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક બનાવમાં કૃષ્ણનગર પોલીસને બાતમી મળી હતી કે ઠક્કર નગર ખાતે આવેલા એક મકાનમાં જુગાર રમે છે તે બાતમીના હકીકતના આધારે પોલીસે દરોડો પાડતા મકાનમાંથી 10 જુગારીઓ મળી આવ્યા હતા.બાદમાં પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ,ટુ વ્હીલર સહિત કુલ 1,23,020નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.