રાજ્યમાં ચોમાસાની સીઝન પૂર્ણ થવા આવી છે. ત્યારે અમદાવાદમાં પણ અત્યાર સુધી વરસાદ ખૂબ ઓછો થયો છે. ત્યારે શહેરના મોટાભાગના રસ્તા બિસ્માર હાલતમાં છે. ત્યારે હવે શહેરના વિવિધ વિસ્તાર સ્ટ્રીટ લાઈટ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાથી અનેક ફરિયાદો સામે આવતા મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વાયરમેનની ટીમે શહેરની સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.અમદાવાદ શહેરના નાગરિકો ચોમાસાની સિઝનમાં રોડ-રસ્તાની બિસ્માર હાલત થકી હાલાકીનો સામનો કરી રહ્યા હોય છે. ત્યારે વરસાદના પાણી ભરાવાના કારણે શહેરના 22 ટકા જેટલી સ્ટ્રીટ લાઇટ બંધ થતાં રાત્રીના સમયે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી.
જેમાં મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચાનો મુદ્દો થયો હતો.ત્યારે શહેરના વાયરમેન તમામ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે કે બંધ માટે સતત ફરતા હોય છે. સામાન્ય સંજોગોમાં 10 ટકા બંધ હોય છે. પરંતુ વરસાદની સિઝનમાં 22 ટકા બંધ હોવાની ફરિયાદ અને સત્વરે ધ્યાનમાં લઇ યોગ્ય પગલાં લેવાની સૂચના આપી દેવામાં આવી છે. મ્યુનિસિપલ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે સામાન્ય સંજોગોમાં 90 ટકા સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય છે. અત્યારે 78 થી 80 ટકા સ્ટ્રીટ લાઇટ બંધ હાલાત છે. પરંતુ આ બંધ સ્ટ્રીટ લાઈટ ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે.
