/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/09132357/maxresdefault-6.jpg)
અમદાવાદનાં કુષ્ણનગર વિસ્તારમાં આવેલ અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભિષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગની ટીમે શાળામાંથી 4 વિદ્યાર્થીઓને રેસક્યુ ઓપરેશન કરી તેમનો જીવ બચાવ્યો હતો.
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે સવારે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સૌના જીવ તાળવે ચોંટયા હતા. બનાવની જાણ થતાં જ નરોડા, ઓઢવ સહિતના ફાયર સ્ટેશનની 10 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના સમયે શાળામાં રંગકામ કરી રહેલ 3 શ્રમજીવી અને 4 વિદ્યાર્થીઓ શાળામાં હતા જેઓને રેસક્યું ઓપરેશન કરી બચાવી લેવામાં આવ્યા છે. સ્કૂલ સંચાલકના જણાવ્યા મુજબ સ્કૂલ બંધ જ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ ફર્નિચરનું જે કામ ચાલે છે તેમાં લાકડા લગાવવામાં આવતા સોલ્વન્ટમાં આગના કારણે લાગી હોય શકે છે. ફાયર વિભાગની ટીમે એક થી દોઢ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.