અમદાવાદ: ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટ કરાવવા લોકોની લાંબી કતાર

New Update
અમદાવાદ: ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટ કરાવવા લોકોની લાંબી કતાર

રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહયા છે અમદાવાદ રાજ્યમાં કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે સતત કેસ વધવાથી સ્થાનીય તંત્ર અને શહેરીજનો ની ચિંતા પણ વધી રહી છે એએમસીના ટેસ્ટિંગ ડોમ માં ટેસ્ટ કરાવવા માટેની સંખ્યા પણ સતત વધી રહી છે . એક એક ડોમ પર 100 થી વધુ લોકોની લાંબી લાઈનો ટેસ્ટ કરાવવા માટે લાગી રહી છે

છેલ્લા અનેક દિવસથી  અમદાવાદમાં કોરોના બેકાબુ છે હોસ્પિટલો હાઉસફુલ થઇ ગઈ છે છતાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં એએમસી દ્વારા ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે આ અલગ અલગ ડોમમાં સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી શહેરીજનોના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહયા છે આ ડોમમાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરવા પોહચી રહયા છે એએમસી દ્વારા પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 95 ટેસ્ટિંગ ડોમ કાર્યરત કરવામાં આવ્યા છે અને છેલ્લા 1 મહિનાથી આ ડોમ કાર્યરત છે છતાં અહીં ટેસ્ટ માટે અવાનાર લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. અમદાવાદમાં ડોમ ઉપર ટેસ્ટનું ભારણ ઘટાડવા ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટની શરૂઆત પણ કરવામાં આવી છે છતાં રેપિડ ટેસ્ટ માટે લાંબી લાઈનો લાગી રહી છે અહીં ટેસ્ટ માટે આવનાર લોકોનું કેહવું છે કે વ્યવસ્થા સારી છે અને સરળતાથી ટેસ્ટ થઇ જાય છે પશ્ચિમ અમદાવાદજ નહિ પણ પૂર્વ અમદાવાદમાં પણ આજ પરિસ્થિતિ છે દરેક ડોમ પર સવારથી મોટી સંખ્યામાં લોકો પહોંચી  રહયા છે

Latest Stories