અમદાવાદ : સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઇ, વાંચો સ્ટાફકર્મીઓને કઈ બાબતોનું ધ્યાન રાખવા જણાવ્યુ..!

New Update
અમદાવાદ : સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઇ, વાંચો સ્ટાફકર્મીઓને કઈ બાબતોનું ધ્યાન રાખવા જણાવ્યુ..!

દેશભરમાં અનેક રાજ્યોની કોવિડ હોસપીટલમાં આગ લાગવાના બનાવ બન્યા છે. જેના કારણે કોવિડ દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે ફરી આવો બનાવ ન બને અને તેની સામે લડી શકાય તે માટે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલનો સ્ટાફ જ્યાં સુધી ફાયર વિભાગના જવાનો ન આવે ત્યાં સુધી આગને કેવી રીતે કાબુમાં લેવી અને વધતી આગને રોકવા માટે ઉપકરણોનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ફાયર વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક મહિનાથી સતત અલગ અલગ હોસપીટલમાં જઈ મોકડ્રીલ કરવામાં આવે છે. કારણ કે, જે પ્રમાણે કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બને છે, જેમાં અનેક દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે અમદાવાદમાં આવી ઘટના બને તો હોસ્પિટલ સ્ટાફ તેની સામે કેવી રીતે લડી શકે અને દર્દીઓનો જીવ કેવી રીતે બચાવવો તે બાબતે મોકડ્રીલ કરી અવગત કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં આગ લાગે તો સારવાર લઈ રહેલા દર્દીઓને સલામત સ્થળે કેવી રીતે ખસેડવા તે પણ ઉદાહરણરૂપે સ્ટાફકર્મીઓને સમજાવવામાં આવ્યા હતા, ત્યારે અત્યાર સુધીમાં છેલ્લા એક મહિનામાં ફાયરની ટીમ દ્વારા કુલ 40 જેટલી હોસ્પિટલમાં આ પ્રકારે મોકડ્રીલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ દરમ્યાન ફાયર વિભાગ દ્વારા પોલીસ કાફલાને પણ સાથે રાખવામાં આવ્યો હતો.

Latest Stories