સેલ્ફ ડ્રાઇવ કંપની પાસેથી ભાડે કાર મેળવી પોલીસ કર્મચારીએ ઠગાઈ આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વેપારીને લક્ઝુરિયસ કાર સસ્તા ભાવે આપવાનું કહી લાખો રૂપિયા પડાવ્યા હતા. જોકે, સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ કર્મચારીનો ભાંડો ફૂટ્યો છે.
અમદાવાદ શહેરના વાસણાના વેપારી દિનેશ ઠક્કરને લક્ઝુરિયસ ગાડી ખરીદવી ભારે પડી છે. કારણ કે, એક પોલીસ કર્મચારીએ લાખોની ઠગાઇ આચરી છે. ધટના એવી છે કે, વેપારી દિનેશ ઠક્કર ગાડી લે વેચનો ધંધો કરે છે. આ દરમિયાન સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આકાશ પટેલે રૂપિયા 37 લાખની લક્ઝુરિયસ કાર રૂપિયા 25 લાખમાં વેચવાની લાલચ આપી. વેપારીએ લાલચમાં રૂપિયા 12 લાખ રોકડા આપી દીધા હતા. પરંતુ જસ્ટ ડ્રાઇવ કંપનીના સંચાલકો ગાડીનું એન્જિન લોક મારી દેતા પોલીસ કર્મચારીની ઠગાઇનો ભાંડો ફૂટ્યો હતો. જે બાદ વેપારીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે આકાશ પટેલ છેલ્લા 5 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. અગાઉ પાલડી પોલીસ સ્ટેશનમાં આકાશ ફરજ બજાવતો હતો, તે દરમિયાન દિનેશ ઠક્કર પરિચયમાં આવ્યા હતા. દૂધના વેપાર બાદ દિનેશ ઠક્કર ગાડી લે-વેચનો ધંધો શરૂ કરતાં જ આકાશ પટેલ ઠગાઈનું ષડયંત્ર રચ્યું અને જસ્ટ ડ્રાઇવ કંપનીમાંથી સેલ્ફ ડ્રાઇવ માટે કાર ભાડે રાખી હતી. આ કાર દિનેશભાઈને વેચાણ કરી દિનેશ ઠક્કરે 12 લાખ ખર્ચી ગાડી ખરીદી, ત્યારબાદ ગાડીના ડોક્યુમેન્ટ નહીં આપીને આકાશ પટેલ છેલ્લા 5 મહિનાથી ફરાર થઈ ગયો. વેપારી ગાડીની તપાસ કરતા સામે આવ્યું હતું કે, ગાડી અન્ય કોઈ વ્યક્તિના નામે હતી. જોકે, વેપારી દિનેશ ઠક્કર પહેલાં પોલીસકર્મી આકાશના પિતાના નામે ગાડી હોવાનું કહીને ઠગાઈ આચરી છે. આનંદનગર પોલીસે તપાસ કરતા પોલીસકર્મી આકાશ પટેલ છેલ્લા 5 મહિનાથી ફરજ પર હાજર ન થતો હોવાથી સાબરમતી પોલીસ મથકના પીઆઇએ ઉચ્ચ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. જોકે, હવે આકાશ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ઉચ્ચ અધિકારીએ આકાશને સસ્પેન્ડ કરી દીધો છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170