અમદાવાદ : રેમડસિવિર ઇન્જેકશનો વેપલો કરનારા જંબુસર અને વડોદરાના યુવાન ઝડપાયાં

અમદાવાદ : રેમડસિવિર ઇન્જેકશનો વેપલો કરનારા જંબુસર અને વડોદરાના યુવાન ઝડપાયાં
New Update

અમદાવાદ પોલીસે રેમડેસિવિર ઇન્જેકશન કૌભાંડમાં જંબુસર અને વડોદરાના બે યુવાનોની ઝડપી પાડયાં છે. આ અગાઉ કૌભાંડમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ નકલી ઇન્જેકશનના પણ જરૂરીયાતમંદો પાસેથી ઉંભી કિમંત વસુલતા હતાં.

કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવિર ઇન્જેકશનની માંગમાં વધારો થતાં આ ઇન્જેકશન ઉંચા ભાવે વેચાયાં હતાં. બીજી તરફ રેમડેસિવિરના નકલી ઇન્જેકશન બનાવવાનું કૌભાંડ પણ સામે આવ્યું હતું. અમદાવાદ પોલીસે અગાઉ છ આરોપીને ઝડપી પાડી તેમની સઘન પુછપરછ હાથ ધરી હતી.

આ ગુનાનો મુખ્ય આરોપી ઇમ્તિયાઝ છે અને તેણે 60-70 ઇન્જેક્શનો અલગ અલગ લોકો પાસેથી ખરીદ કર્યા હતાં. આ ઇન્જેકશનો તેમને દર્દીઓના સગાઓને ઉંચી કિમંતે વેચ્યાં હતાં. સ્પેશિયલ ઓપરેશન ગૃપે આ ગુનામાં જંબુસરના વનરાજગીરી ગોસ્વામી અને વડોદરાના પ્રિન્સ રાઠોડની પણ ધરપકડ કરી છે. બંને આરોપીઓની પુછપરછ કરતા વનરાજગીરીએ પ્રીન્સ પાસેથી 6 ઇન્જેકશનો રૂ.59,૦૦૦માં ખરીદીને ઇમ્તીયાઝને 84,000માં વેચેલા હતા અને ઇમ્તીયાઝે, સાહેદને રૂ.1.20 લાખમાં વેચેલા હતા. આરોપી પ્રિન્સ રાઠોડે આ ઇન્જેકશન કોની પાસેથી મેળવ્યા હતા તે બાબતે સઘન પુછપરછ ચાલુ છે.

#Ahmedabad #jambusar News #Vadodara News #Connect Gujarat News #Ahmedabad News #duplicate remedesivir injection #Remedesivir injections
Here are a few more articles:
Read the Next Article