અમદાવાદ : અદાણી એરપોર્ટ હવે અદાણીનું, પણ સંકુલના બાકી ટેકસ માટે એએમસીએ આપી નોટીસ

New Update
અમદાવાદ :  અદાણી એરપોર્ટ હવે અદાણીનું, પણ સંકુલના બાકી ટેકસ માટે એએમસીએ આપી નોટીસ

અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ સંચાલન માટે શનિવારે અદાણી ગૃપને સોંપવામાં આવશે।.. પરંતુ તે પહેલા અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા એરપોર્ટ સંકુલનો બાકી રહેલો 22.56 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા નોટિસ પાઠવી છે. આ ટેક્સની રકમ 7 દિવસમાં ભરપાઈ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. જો 7 દિવસમાં ટેક્સ ભરપાઈ નહીં આવે તો કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના મોટા મોટા એરપોર્ટ હવે સરકાર દ્વારા ખાનગી કરણ કરાવવા જઈ રહ્યા છે.જેમાં ગુજરાતમાં સૌથી મોટું એરપોર્ટ અમદાવાદમાંનું છે તે એરપોર્ટ 7 તારીખથી ખાનગી કરણ કરાવવામાં આવ્યું છે. જેમાં આ એરપોર્ટ અદાણીને સપવવામાં આવશે પરંતુ તે પહેલા જ અદાણી ને 22.56 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ આપવવામાં આવી છે.

છેલ્લા 10 વર્ષથી એરપોર્ટ ટર્મિનલનો ટેક્સ બાકી છે. જો કે, ગત વર્ષથી મ્યુનિ.એ તેની આકારણી કરવાનું શરૂ કર્યું હતું. આ પછી એરપોર્ટ ઓથોરિટીએ અઢી કરોડ જેટલો ટેક્સ ભર્યો હતો. પરંતુ હજુ પણ 22.56 કરોડનો ટેક્સ બાકી છે અને એરપોર્ટ અદાણીને સોંપવાનું હોવાથી મ્યુનિ.એ ઉઘરાણી કરી છે, 7 દિવસમાં એરપોર્ટ ઓથોરિટી ટેક્સ ભરે અથવા ટેક્સ અદાણી કે એરપોર્ટ ઓથોરિટી ભરપાઈ કરશે તેનું અંડરટેકિંગ મ્યુનિ.એ માગ્યું છે.

Latest Stories