અમદાવાદ : કરફ્યુના 57 કલાક બાદ શહેર ફરી ધબક્યું, બજારમાં જોવા મળી લોકોની ચહલપહલ

New Update
અમદાવાદ : કરફ્યુના 57 કલાક બાદ શહેર ફરી ધબક્યું, બજારમાં જોવા મળી લોકોની ચહલપહલ

રાજ્યમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. કોરોના સંક્રમણમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત રાજ્યના 3 મહાનગરોમાં શનિવાર અને રવિવાર દરમ્યાન કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, ચારેય મહાનગરોમાં 57 કલાકના કરફ્યુ બાદ સોમવારે વહેલી સવારથી જ લોકોની અવરજવર જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદમાં આજ સવારથી લોકોની ચલપહલ જોવા મળતા જનજીવન રાબેતા મુજબ થયું છે.

અમદાવાદમાં 57 કલાકના કરફ્યૂ બાદ શહેર ફરી ધબકતું થયું છે. ચાની કીટલીઓ અને નાસ્તાની લારીઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જોકે હાલ પણ લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે. જો હજી પણ લોકો બેદરકારી દાખવશે તો કોરોનાના કેસમાં વધારો થશે. અમદાવાદ સહિત 3 મહાનગરોમાં રાત્રી કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. જોકે અમદાવાદવાસીઓને સોમવારની સવારથી કરફ્યુમાંથી મુક્તિ મળી છે. જેમાં લોકો પોતાના ધંધા રોજગાર માટે નીકળી પડ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક જોવા મળ્યો હતો. કોરોના સંક્ર્મણને નાથવા શનિવાર અને રવિવાર 2 દિવસના કરફ્યુ બાદ શહેરના એપીએમસી માર્કેટ, જમાલપુર માર્કેટ સહિતના મુખ્ય વિસ્તારો ધમધમતા થયા છે. પશ્ચિમ અને પૂર્વ અમદાવાદ વિસ્તાર ફરીવાર ધબકતો થયો છે. જેમાં દરેક કોર્પોરેટ ઓફિસ સહીત સરકારી ઓફિસનું કાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે. જોકે આમ 57 કલાક બાદ ફરીવાર રાજ્યનું હૃદય એવું અમદાવાદ કાર્યરત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Latest Stories