અમદાવાદ : ચાની કીટલી બાદ હવે પાનના ગલ્લા પર AMCએ બોલાવી તવાઈ, જાણો શું છે કારણ..!

New Update
અમદાવાદ : ચાની કીટલી બાદ હવે પાનના ગલ્લા પર AMCએ બોલાવી તવાઈ, જાણો શું છે કારણ..!

અમદાવાદમાં ચાની કીટલીઓ બાદ હવે પાનના ગલ્લાઓ પર સરકારની ગાઈડલાઇનનું પાલન કરવામાં ન આવતું હોવાનું જોવા મળ્યું હતું, ત્યારે AMC દ્વારા શહેરના તમામ પાનના ગલ્લાઓ બંધ કરાવવામાં આવ્યા હતા.

અમદાવાદના અનેક વિસ્તારોમાં AMC દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જેમાં બોપલ વિસ્તારમાં આવેલા તમામ પાનના ગલ્લા બંધ કરવામાં આવ્યા છે. તંત્રનું માનવું છે કે, પાનના ગલ્લા અને ચાની કીટલી પર લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં નથી. જેથી તંત્ર તમામ લોકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સામાજિક અંતરના ધજાગરા ઉડી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવતા તંત્ર દ્વારા અનેક પાનના ગલ્લાઓ બંધ કરાવવામાં આવ્યા હતા. જેમાં તંત્ર દ્વારા જ્યાં સુધી અન્ય આદેશ ન થાય ત્યાં સુધી કોઈ પણ પાનના ગલ્લાઓ નહીં ખોલવા માટે સૂચન કરાયું છે. જો કોઈ આમ અરશે તો તંત્ર દ્વારા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે AMC દ્વારા ગઈરોજ શહેરની અનેક ચાની કીટલીઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી, ત્યારે આજે અનેક પાનના ગલ્લાઓ બંધ કરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Latest Stories