અમદાવાદ : રાત્રિ કરફ્યુથી અમદાવાદીઓ નારાજ, જાણો શું કહ્યું?

New Update
અમદાવાદ : રાત્રિ કરફ્યુથી અમદાવાદીઓ નારાજ, જાણો શું કહ્યું?

અમદાવાદમાં સતત વધતા કોરોના કેસને કારણે એએમસીએ આવતીકાલથી રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુનો આદેશ કર્યો છે.

અમદાવાદમાં આવતીકાલથી રાત્રીના 9 વાગ્યા બાદ તમામ ધંધા ઉદ્યોગ રોજગાર બંધ કરી દેવામાં આવશે માત્ર હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે આ નિર્ણય સામે અમદાવાદવાસીઓ એ નારાજગી વ્યકત કરી છે. સ્થાનિકોનું કેહવું છે કે રાતના કર્ફ્યુ નો કોઈ મતલબ નથી સરકારે કોરોના અટકાવા કોઈ બીજા પગલાં લેવા જોઈએ લોક ડાઉન બાદ હજી વેપાર અને ધંધા સેટ થયા ત્યાં કર્ફ્યુ આવતા આર્થિક મુશ્કેલી આવશે। .....તો ઘણા લોકોનું માનવું છે કે કોરોનાના કેસ વધી રહયા છે તે સાચી વાત છે. હવે જનતા એ પણ સતર્ક રેહવું પડશે આમ આવતીકાલથી કર્ફ્યુ અંગે અમદાવાદવાસીઓ માં નારાજગી જોવા મળી છે.

Latest Stories