અમદાવાદ : જુહારપુરામાં AMC દ્વારા કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર કોમ્પ્લેક્સનું બાંધકામ તોડાયું

New Update
અમદાવાદ : જુહારપુરામાં AMC દ્વારા  કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર કોમ્પ્લેક્સનું બાંધકામ તોડાયું

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવાની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી છે. વેજલપુર પોલીસના બંદોબસ્ત સાથે આજે સવારથી બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુ જાતે પોલીસ બંદોબસ્તમાં હાજર રહી ગેરકાયદેસર કોમ્પ્લેક્સ તોડવાની કામગીરીમાં હાજર રહ્યા છે. જુહાપુરા વિસ્તારમાં અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામ- કોમ્પ્લેક્સ આવેલા છે.

publive-image

એક મહિના પહેલા ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યા બાદ વેજલપુર સરખેજ વિસ્તારમાં કૂખ્યાત હિસ્ટ્રીશીટર ગુનેગાર એવા નઝીર વોરાના ઘરે દરોડા પાડ્યા હતા અને વીજ ચોરી ઝડપી પાડી હતી. ટોરેન્ટ પાવરના અધિકારીઓને સાથે રાખી સમગ્ર વીજ કૌભાંડ ઝડપાયું હતું. વીજ કંપની દ્વારા આપવામાં આવેલા વીજ કનેકશનમાં પંક્ચર કરી અન્ય કેબલ મારફતે મોટાપાયે વીજ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું અને વેજલપુર પોલીસ અને UGVCL પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. વીજ કૌભાંડ બાદ હવે કોર્પોરેશન દ્વારા નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામના કૌભાંડ પર તવાઈ બોલાવવામાં આવી છે. અને આજે નઝીર વોરાનું ગેરકાયદે કોમ્પ્લેક્સ તોડવામાં આવ્યું છે.

Latest Stories