અમદાવાદ : કોરોનાની ચિંતાજનક સ્થિતિ વચ્ચે AMCની તૈયારીઓ શરૂ, હોસ્પિટલોમાં વધુ 1300 બેડની વ્યવસ્થા કરાઇ

New Update
અમદાવાદ : કોરોનાની ચિંતાજનક સ્થિતિ વચ્ચે AMCની તૈયારીઓ શરૂ, હોસ્પિટલોમાં વધુ 1300 બેડની વ્યવસ્થા કરાઇ

રાજ્યમાં કોરોનાનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે અને ખાસ કરીને અમદાવાદની હાલત ચિંતાજનક બની રહી છે, ત્યારે સ્થાનીય તંત્ર અને એએમસીએ સબ તૈયારનો દાવો કર્યો છે. કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરના દર્દીઓ માટે અસારવા સિવિલમાં વધુ 400 બેડની વ્યવસ્થા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ શહેર માટે નવા 600 તબીબોની ફાળવણી કરવામાં આવી છે. લોકો નિયમોનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે તેવી અપીલ કરવામાં આવી છે. નવી સૂચના ન મળે ત્યા સુધી કરફ્યૂ લાગૂ રહેશે. જોકે કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ માટે વધુ 300 ડોક્ટર્સ ફાળવાયા છે. CM વિજય રૂપાણી સાથેની આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે.

જોકે અમદાવાદમાં દર્દીઓ માટે કુલ 800 વધુ બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. સિવિલમાં 400 અને સોલા સિવિલમાં 400 વધુ બેડ ફાળવાયા છે. 70 જેટલી ખાનગી હોસ્પિટલમાં કોરોના બેડ ઉપલબ્ધ કરાવાયા છે. ખાનગી હોસ્પિટલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની આસપાસના વિસ્તારમાં 100 બેડ ફાળવાયા છે. હાલમાં કુલ 2600 બેડ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સાથે 108ની સેવામાં પણ વધારો કરાયો છે. 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

40 એમ્બ્યુલન્સ માત્ર કોરોના દર્દીઓ માટે ફાળવી છે. 300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા છે. તો આવશ્યક સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. તો સાથે જ શહેરની સોલા સિવિલ હોસ્પિટલ, અસારવા સિવિલ અને બીજી સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ વધારવામાં આવી છે. એએમસીની અલગ અલગ ટિમો આ હોસ્પિટલનું સુપરવિઝન કરશે દવાઓ ઓક્સિજન અને વેન્ટિલેટરની ઘટના પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે શહેરના લોકોએ પેનિક થવાની જરૂર નથી અને તકેદારીના ભાગરૂપે કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્ય સરકાર અને એએમસી દ્વારા તમામ પૂરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Latest Stories