અમદાવાદ: AMTS અને BRTS બસ સેવા ક્યારે શરૂ થશે? હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાયો

New Update
અમદાવાદ: AMTS અને BRTS બસ સેવા ક્યારે શરૂ થશે? હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાયો

અમદાવાદમા તારીખ 28 મેથી AMTS અને BRTS બસ સેવા શરૂ થવાની વાતો વચ્ચે હજુ પણ બસ સેવા શરૂ કરવામાં આવી નથી ત્યારે આ બસ સેવા ક્યારથી શરૂ થશે એના પર સૌની મીટ મંડાય છે.

છેલ્લા 24 દિવસથી અમદાવાદમાં AMTS અને BRTS સેવાઓ બંધ કરવામાં આવી હતી. જે સેવાઓ હવે શરુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક હતી અને તેને જ લઈને આ સેવાઓ બંધ કરવામાં આવી હતી. અમદાવાદમા મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે અમદાવાદમાં કોરોનાના કેસો હવે ઘટી ગયા છે ત્યારે AMTS BRTS બસ સેવા ફરી શરૂ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

28 મેના રોજ AMTS BRTS બસ ફરી રોડ પર દોડશે જેની વાતો વચ્ચે આજથી બસ સેવા શરૂ થઈ નથી. શહેરમાં વિકાસકામોના લોકાર્પણો અને કમિટીઓના ચેરમેનની નિમણૂંકોની વ્યસ્તતાને લીધે નિર્ણય લેવાઈ શક્યો નથી. જે નિર્ણય ટૂંક સમયમાં લેવાય તેવી શક્યતા લાગી રહી છે.મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશો વચ્ચે ચર્ચા બાદ 5 જૂન સુધીમાં રોજ AMTS અને BRTS બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.

Latest Stories