અમદાવાદમાં કોરોનાને લઈને લાદવામાં આવેલા રાત્રિ કરફ્યુને હટાવવાની માંગ ઉઠી છે. નાના ધંધાદારીઓ પર અસર થતી હોવાથી કરફ્યુ હટાવવાની માંગ થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી કરફ્યુ હટાવવા માંગ કરાઇ હતી.
કોરોના સંક્રમણને અટકાવા રાજ્યમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે ત્યારે આ રાત્રી કર્ફ્યુ હટાવવાની માંગ હવે જોર પકડી રહી છે. નાના ધંધા રોજગારવાળા લોકો પણ રાત્રી કર્ફ્યુ હટાવવાની માંગણી કરી રહયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ રાજ્યમાં રાતનો કર્ફ્યુ હટાવવાની માંગ બુલન્દ કરી છે. અમદાવાદ ખાતે આજે પાર્ટીની મહિલા વિંગે રાત્રી કર્ફ્યુ હટાવવાની માંગ સાથે ભારે હંગામો કર્યો હતો અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
હાથમાં બેનર અને ભારે સુત્રોચાર સાથે આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદ ખાતે રાત્રી કર્ફ્યુ હટાવવા વિરોધ પ્રદર્શન કર્યું હતું આ પ્રદર્શનમાં આપ પાર્ટીના મહિલા કાર્યકર્તાઓએ ભારે હંગામો કર્યો હતો. પોલીસે કાર્યકર્તાઓને સમજાવાની કોશિશ કરી પણ કાર્યકારતાઓ ના માનતા પોલીસે 20 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી હતી. આમ રાત્રી કર્ફ્યુ હટાવવા આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં આંદોલન શરુ કર્યું છે.