અમદાવાદ : કલાકારોની બગડી નવરાત્રી, જુઓ કલાકાર નિકિતા શાહ સાથે કનેકટ ગુજરાતની ખાસ વાતચીત

New Update
અમદાવાદ : કલાકારોની બગડી નવરાત્રી, જુઓ કલાકાર નિકિતા શાહ સાથે કનેકટ ગુજરાતની ખાસ વાતચીત

કોરોનાની મહામારીને કારણે આ વર્ષે નવરાત્રીનું આયોજન નહિ થાય તેવી સરકારે જાહેરાત કરી દેતાં કલાકારોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું છે. કલાકારોની સાથે ગરબા મેદાનોમાં છવાઇ જવા માંગતાં ખેલૈયાઓ પણ નિરાશાના દરિયામાં ગરકાવ થઇ ચુકયાં છે. કોરોના વાયરસના કારણે માર્ચ મહિનાથી દેશભરમાં જીવન ખોરવાય ચુકયું છે. અનેક ક્ષેત્રોમાં હાલ બેકારીનો માહોલ જોવા મળી રહયો છે. નવરાત્રીમાં રોજગારી મળવાની કલાકારો, આયોજકો, સાઉન્ડ સીસ્ટમ સંચાલકોની આશા પર પાણી ફરી વળ્યું છે.

ગુજરાતના જાણીતા સિંગર નિકિતા શાહે અક્નેકટ ગુજરાત સાથે ખાસ વાત કરી હતી. નિકિતા નું કેહવું છે કે સરકારની ગાઈડ લાઈન નું પાલન કરવું જોઈએ. કારણકે કોરોના ની મહામારી છે પણ રાજ્યમાં અનેક લોકો એવા છે જેમનું ગુજરાન આવા કાર્યક્રમ ને કારણે ચાલે ત્યારે આ લોકો આર્થિક મુશ્કેલી ભોગવી રહયા છે. નિકિતા શાહ છેલ્લા અનેક વર્ષોથી યુએસએ લંડન જેવા દેશમાં નવરાત્રી ના કાર્યક્રમ કરવા જાય છે પણ આ વર્ષે શક્ય નથી.

Latest Stories