/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/14151159/maxresdefault-165.jpg)
અમદાવાદ શહેરના મધુપુરા વિસ્તારમાં આવેલી લાખાજી કુંવરજીની ચાલીમાં રહેતા દાંતણી પરિવારમાં એસિડ એટેક કરી 4 લોકોની હત્યાનો પ્રયાસ કરનાર 2 આરોપીને શહેર પોલીસે ચોટીલા ખાતે થી ધરપકડ કરી છે આ એસિડ એટેકમાં 3 નાના બાળકો દાઝી ગયા હતા જેમની સારવાર સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે.
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલ ચાલીમાં 11 તારીખના રોજ દંતાણી પરિવાર સુઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારે બારીમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ એસિડ એટેક કર્યો હતો અને મીઠી નીંદર માણી રહેલાં 3 બાળકો સહિત પરિવારના અન્ય સભ્યો પર એસિડ ફેંકી ફરાર થઇ ગયા હતાં. આ ઘટનામાં 3 બાળકો દાઝી ગયા હતાં. બનાવ બાદ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલોઘટના સ્થળે પોહ્ચ્યા હતા અને આ મામલે તપાસ શરુ કરી હતી.
પોલીસ પુછપરછમાં સામે આવ્યું કે ભોગ બનનાર પરિવારે 6 વર્ષ પહેલા આ મકાન મોહન દંતાણી નામના વ્યકતિ પાસેથી ખરીદ્યું હતું પણ તેમના કૌટુંબિક ભાઈઓ આ મકાન ખાલી કરાવવા તકરાર કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા પોલીસે માહિતીના આધારે મોબાઈલ સર્વેલન્સ કરી આરોપી અજય અને વિજયને ચોટીલા પાસેથી ધરપકડ કરી હતી પોલીસે બને આરોપી સામે હત્યાના પ્રયાસ નો ગુન્હો નોંધ્યો છે તો સાથે આઇપીસી 307 અને 326 કલમ દાખલ કરવામાં આવી છે.