અમદાવાદ: બગોદરામાં આંગડિયા પેઢીના લૂંટના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો, જુઓ શું થયો ખુલાસો

New Update
અમદાવાદ: બગોદરામાં આંગડિયા પેઢીના લૂંટના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો, જુઓ શું થયો ખુલાસો

બગોદરામાં આંગડિયા પેઢીના લૂંટના ગુનામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી 19 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહત્વનું છે કે કરોડોના મુદ્દામાલની લૂંટની ઘટનામાં હજુ પણ પાંચ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

24 ફેબ્રુઆરીના રોજ રતનપોળની માધવલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે બાવળા-બગોદરા હાઈવે પર ઈન્કમટેક્સ અધિકારીની ઓળખ આપીને થયેલા અપહરણ અને લૂંટ મામલે ગ્રામ્ય એલસીબીએ હાથીજણ સર્કલથી રવિન્દ્રસિંહ તોમર નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે.

ઝડપાયેલ આરોપી લૂંટની ઘટના સમયે આંગડિયા પેઢીના કર્મચારીઓની પાછળ જ બસમાં બેસીને તેઓનું લોકેશન અન્ય આરોપીઓને આપતો હતો. ગ્રામ્ય એલસીબીએ આરોપીને પકડી તેની પાસેથી સોના-ચાંદી પ્લેટિનમના દાગીના અને હીરા મળીને કુલ 19 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે જેઓની પાસેથી ૬૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરાયો છે જ્યારે કુલ ત્રણ કરોડ ૩૭ લાખની લૂંટમાં હજુ પણ પાંચ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

Latest Stories