અમદાવાદ : 42 ડીગ્રી તાપમાનમાં લોકો બેહાલ, જુઓ બાપુનગરના યુવાનો કેવી રીતે આવ્યાં મદદે

New Update
અમદાવાદ : 42 ડીગ્રી તાપમાનમાં લોકો બેહાલ, જુઓ બાપુનગરના યુવાનો કેવી રીતે આવ્યાં મદદે

આકાશમાંથી અગનગોળા વરસાવતાં સુર્યનારાયણ અને હોસ્પિટલની અંદર સારવાર લઇ રહેલાં દર્દીઓ.. આ બધાની વચ્ચે સૌથી દયનીય હાલત દર્દીઓના સ્વજનોની જોવા મળી રહી છે. અંગદઝાડતી ગરમીમાં શેકાતા સ્વજનોની વ્હારે બાપુનગરના યુવાનો આવ્યાં છે.

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્ર્મણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારેતે શહેરની અનેક હોસ્પિટલની બહાર દર્દીઓ તથા તેમના સ્વજનોની લાઈનો લાગી રહી છે. ધોમધખતા તાપમાં પણ પરિજનો લાઈનમાં ઉભા રહે છે ત્યારે શહેરની અનેક સંસ્થાઓ હવે મદદ માટે આગળ આવી રહી છે. જીએમડીસી મેદાન ખાતે 900 બેડ હોસ્પિટલની બહાર બાપુનગરના યુવાનો સવારથી સાંજ સુધી ખડેપગે રહે છે અને લોકોને વિનામુલ્યે પાણીનું વિતરણ કરી રહયાં છે. એક તરફ 42 ડીગ્રી તાપમાન અને બીજી તરફ સારવાર લઇ રહેલાં દર્દીઓની ચિંતા વચ્ચે યુવાનોનું આ સેવાકાર્ય લોકોના હૈયાને ટાઢક આપી રહયું છે. અમદાવાદમાં જયારથી કોરોનાની ઘાતક લહેર શરૂ થઇ છે ત્યારથી અનેક સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી વ્યકતિઓ લોકોને મદદરૂપ થઇ રહયાં છે. કનેક્ટ ગુજરાત પણ આવી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ અને યુવાનોના સેવાકાર્યને બિરાદાવે છે.

Latest Stories