તામિલનાડુના કુન્નુર નજીક હેલિકોપ્ટર દુઘર્ટનામાં મૃત્યુ પામેલાં સીડીએસ બિપિન રાવત માટે દેશભરમાંથી શ્રધ્ધાજલિનો ધોધ વહી રહયો છે. કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુઘર્ટનાએ દેશભરના લોકોને હચમચાવી દીધાં છે. આ દુઘર્ટનાએ દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપિન રાવતનો જીવનદીપ બુઝાવી દીધો છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ભુયંગદેવની સાધના વિનય મંદિર સ્કુલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો સાથે સાથે ગુજરાત વિદ્યાપીઠના વિધાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી બિપિન રાવતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.