ભરૂચના આમોદમાં વીજ કરંટથી મૃત્યુ પામેલ યુવાનના પરિવારજનોને સરકાર દ્વારા રૂ.4 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે
ભરૂચના આમોદ ખાતે કરંટ લાગવાથી મૃત્યુ પામેલા યુવાન કાર્તિક પટેલના પરિવારને સરકાર તરફથી રૂ.4 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે. ધારાસભ્ય દેવકિશોર સ્વામીના સતત પ્રયત્નોના પરિણામે આ સહાય પરિવાર સુધી પહોંચાડવામાં આવી હતી.મૃતક કાર્તિક પટેલની માતાને સરકાર દ્વારા મંજૂર કરાયેલી સહાય અર્પણ કરવામાં આવી હતી. તેમજ પરિવારના બંને બાળકોના નામે જમા કરાયેલી સહાયની બેંક પાસબુક પણ પરિવારને સોંપવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
