/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/26150109/maxresdefault-107-272.jpg)
અમદાવાદ શહેરમાં કાર રેસિંગની ઘટનાઓ વધી રહી છે. નબીરાઓ નિયમો તોડી પૂર ઝડપે ગાડીઓ હંકારતા નજરે પડે છે. શહેરના એસજી હાઇવે વિસ્તારમાં ત્રણ કારચાલકો પૂરઝડપે કાર ચલાવતા કેમેરામાં કેદ થયા હતા. પોલીસના રોકવા છતાં નાકાબંધી તોડી પલાયન થઈ ગયા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના એસજી હાઈવે ઉપર કાર ચાલકો દ્વારા બેફામ કાર ચલાવતા હોવાના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે જોખમી રીતે કાર ચલાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એસજી હાઈવે ઉપર શનિવારે રાત્રે કિયા કંપનીના ગોડાઉનથી શોરૂમ સુધી લઈ જવાતી ત્રણ કારના ચાલકો દ્વારા રેસ યોજી હતી. અન્ય વાહનચાલકો માટે જોખમ ઉભુ થાય તે રીતે કાર ચલાવતા ત્રણેય ડ્રાઈવરો સામે પોલીસે કેસ કરીને ઘરપકડ કરી છે. તો કાર ડીટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે
આ ત્રણેય કારની ડિલીવરી દશેરાના દિવસે આપવાની હતી. રેસ લગાવીને જતા ડ્રાઈવરોને પોલીસે રોકવા છતાં નાકાબંધી તોડીને ત્રણેય કાર ચાલક પલાયન થઈ ગયા હતા. કાર કંપનીના ત્રણ ડ્રાઇવર અજય ચૌબે, પ્રતીક સેવક અને અમિત મૌર્યે લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે કાર ચલાવતા હોવાથી ઓવર સ્પીડનો ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી છે.પોલીસે વચ્ચે આ કારણે રોકવાનો પ્રયાસ પણ કર્યો પણ કાર ચાલકો છટકી ગયા ત્યારબાદ સીસીટીવીના આધારે ધરપકડ કરી છે.