અમદાવાદ: ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ, ત્રણ પોલીસ અધિકારી તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનાજુ ચૌધરીને CBI કોર્ટે ડિસ્ચાર્જ કર્યા

અમદાવાદ: ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ, ત્રણ પોલીસ અધિકારી તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનાજુ ચૌધરીને CBI કોર્ટે ડિસ્ચાર્જ કર્યા
New Update

ગુજરાતમાં 2004માં થયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનાજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે ઈશરત જહાં લશ્કરે તોયબાની આતંકવાદી હતી એ ઈનપુટ નકારી શકાય તેમ નથી.

ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ એમની ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી છે.2004 પછી IPS અધિકારી જી.એલ.સિંઘલ, નિવૃત્ત DYSP તરુણ બારોટ અને સહાયક સબ-ઇન્સ્પેક્ટર અંજુ ચૌધરી – 2004 સામે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાત સરકારે કાર્યવાહી કરવાની મંજૂરીનો ઇનકાર કરી દીધો હતો. બુધવારે આ મામલે અરજીની સુનાવણી થઈ છે. જેમાં કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજીની સુનાવણી થઈ છે. આ કેસમાં સીબીઆઈ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એમની ફરજના ભાગ રૂપે કાર્યવાહી કરી છે.અગાઉ આ જ કેસમાં નિર્દોષ છૂટેલા પૂર્વ IPS ડી.જી. વણઝારા અને એન.કે. અમીન સામે કેસ ચલાવવાની મંજૂરી રાજ્ય સરકારે ન આપ્યા બાદ CBI કોર્ટે તેમને આ કેસમાંથી દોષમુક્ત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2004માં અમદાવાદના નોબલનગર ટર્નીગ પાસે મુંબઈની વતની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને જિશાન જોહર પર તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં એન્કાઉટર થયા બાદ અનેક IPS અધિકારીઓ અને નેતાઓની ધરપકડ થઈ હતી.

#Ahmedabad #Ahmedabad Police #Connect Gujarat News #Ahmedabad Crime Branch #Ahmedabad CBI #cbi court #ishrat jahan encounter #ishrat jahan encounter case
Here are a few more articles:
Read the Next Article