/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/07142019/maxresdefault-89.jpg)
અમદાવાદ સહીત 4 મહાનગરોમાં આજે રાત્રી કર્ફ્યુની અવધિ સમાપ્ત થતી હતી ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે મોડી રાત્રે જાહેરનામું બહાર પાડી બીજો હુકમ ના થાય ત્યાં સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે તેવી જાહેરાત કરી છે.
અમદાવાદ સહિતના મહાનગરોમાં કોરોનાના વધી રહેલાં સંક્રમણને ધ્યાને રાખી રાજય સરકારે નાઇટ કરફયુની અવધિ વધારવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી દીધું છે જયારે સુરત અને વડોદરા, રાજકોટમાં સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને સોમવારે કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં અમદાવાદ, સુરત, વડોદરા અ્ને રાજકોટમાં લદાયેલા કર્ફ્યૂનું મૂલ્યાંકન થશે. અત્યારની સ્થિતિ પ્રમાણે કોરોનાના કેસ હજુ વધી રહ્યા છે, રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવ્યા નથી. તેવામાં સરકારે અમદાવાદમાં તો કર્ફ્યૂના દિવસો વધારવાનું સરકારે મન બનાવી લીધું છે.