અમદાવાદ : શહેરીબસ સેવા શરૂ થતાં "શહેરીજનો"ને રાહત, બેઠકોની સંખ્યા કરતાં અડધા મુસાફરોને બેસાડાશે

New Update
અમદાવાદ : શહેરીબસ સેવા શરૂ થતાં "શહેરીજનો"ને રાહત, બેઠકોની સંખ્યા કરતાં અડધા મુસાફરોને બેસાડાશે

કોરોનાની બીજી લહેરની અસર ઓછી થતાં ફરીથી જનજીવન રાબેતા મુજબ થઇ રહયું છે. અમદાવાદની ધોરીનસ સમાન એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાઓ પણ શરૂ કરવામાં આવતાં લોકોને રાહત થઇ છે. કોરોનાનો ખતરો હજી મંડરાઇ રહયો હોવાથી દરેક બસમાં બેઠકોની સંખ્યા કરતાં અડધા જ મુસાફરોને બેસાડવામાં આવશે.

અમદાવાદમાં છેલ્લા 83 દિવસથી બંધ રહેલી એએમટીએસ-બીઆરટીએસની બસ સેવાઓ હવે ફરી શરૂ થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. AMTS-BRTS બસ સેવા 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરવામાં આવી છે કોરોના કાળમાં છેલ્લા કેટલાક મહિનાથી બંધ રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગને રીકશાના મોંઘા ભાડા ચુકવવા પડતાં હતાં.

18મી માર્ચના દિવસે AMTS અને BRTS બંને સેવા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી બંધ કરી દેવાઈ હતી. કોરોનાના કેસમાં ઘટાડો થવાના કારણે હવે શહેરીબસ સેવા ફરી બહાલ કરવામાં આવી છે. 83 દિવસ બાદ આ સેવા શરુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ જે SOP નક્કી કરવામાં આવી છે તે પ્રમાણે પેસેન્જરો ને બેસવવાનું રહે છે. જેમાં જ્યારે BRTS બસ સ્ટેન્ડમાં જ્યારે પ્રવેશ કરનારા મુસાફરોનું તાપમાન માપ્યા બાદ જ બસમાં પ્રવેશ આપવામાં આવે છે અને હાથ સેનીટાઇઝ કરાય છે.

એએમટીએસ કે બીઆરટીએસની બસોમાં જેટલી બેઠકોની સંખ્યા હશે તેના કરતાં અડધા મુસાફરોને બેસાડવામાં આવશે. દરેક મુસાફર માસ્ક પહેરીને મુસાફરી કરે તે ફરજિયાત હોવાથી સિકયુરીટી જવાનોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ મુસાફરોના માસ્કની સાથે બસમાં સોશિયલ ડીસ્ટન્સ જળવાય રહે તેના ઉપર પણ નજર રાખશે.

Latest Stories