/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/18174307/maxresdefault-202.jpg)
હાલ વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને અમદાવાદમાં લોકો ફરી સ્વયંભૂ ઘરમાં રહેવા લાગ્યા છે. શહેરના રસ્તા તેમજ બજારોમાં પર સન્નાટો વ્યાપી ગયો છે. જોકે શહેરની હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓને દાખલ કરવા માટે બેડ ખૂટી પડ્યાં છે, ત્યારે તંત્ર દ્વારા રોજ નવા વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દિવાળીના તહેવાર પૂર્વે અમદાવાદના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેના લીધે કોરોનાના કેસમાં પણ ભારે વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં ફરીવાર એક હજાર કરતાં વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જોકે કેસની સંખ્યા વધવાથી લોકોની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ વધેલા કેસને જોતાં લોકો પણ હવે સ્વયંભૂ સાવચેત થઈને ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા 2 દિવસથી શહેરના તમામ રસ્તા તેમજ બજારોમાં લોકોનો ભારે ઘટાડો જોવા મળ્યો છે. તો સાથે જ શહેરની હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓને દાખલ કરવા માટે બેડ ખૂટી પડ્યાં છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા રોજ નવા વોર્ડની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે.
હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તે કોઈ જનતા કર્ફ્યુથી કમ નથી. છેલ્લા 48 કલાકમાં જે પ્રમાણે અમદાવાદમાં કોરોના કેસ વધવા લાગ્યા છે, તે જોતા લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અમદાવાદીઓએ કોરોના ભૂલીને ખરીદી કરવા ઉમટી પડ્યાં હતાં. જેના કારણે કોરોનાનો પુનઃ વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયામાં આ અંગેના સમાચારો વાયરલ થતાં ડરી ગયેલાં અમદાવાદીઓ ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. શહેરમાં ખાણીપીણીની જગ્યાઓ અને મુખ્ય રસ્તાઓ પર દેખાતી ભીડમાં પણ છેલ્લા 2 દિવસથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. હવે શહેરમાં કોરોના સંક્રમણનો ડર એટલી હદે વધ્યો છે કે, લોકોમાં સ્વયંભૂ જનતા કરફ્યૂની અસર જોવા મળી રહી છે.