અમદાવાદ: કોરોનાથી અસરગ્રસ્ત પરિવારને રૂપિયા 4 લાખની સરકાર સહાય આપે, કોંગ્રેસની માંગ

New Update
અમદાવાદ: કોરોનાથી અસરગ્રસ્ત પરિવારને રૂપિયા 4 લાખની સરકાર સહાય આપે, કોંગ્રેસની માંગ

રાજયમાં કોરોના મહામારીમાં લોકોને સહાય આપવામાં આવે એવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સરકાર કોરોનાના કારણે બે સહાય બનેલા પરિવારોને રૂપિયા 4 લાખની સહાય ચૂકવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં કોરોના મહામારીને કુદરતી આફત ગણી વાવાઝોડાની સ્થિતિમાં જે નુકસાન થયું છે તેવા અસરગ્રસ્તોને જે રાહત આપવામાં આવી છે તેજ રાહત કોરોનાથી અસર થયેલા પરિવારોને આપવામાં આવે તેવી માંગ કરી છે. કોરોનાની બીમારીમાં આસરગ્રસ્ત પરિવારે કે જે તેમના પરિવારના મુખ્યા ગુમાવ્યા હોય અને સાથે ગરીબ પરિવારોને પણ સરકાર રાહત ચૂકવે તેવી માંગણી ગુજરાત કોંગ્રેસે કરી છે.

ઉપરાંત રાજ્યમાં વિના મૂલ્યે આરોગ્ય સારવાર મળે તેની વ્યવસ્થા કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા દિપક બાબરીયાએ સરકાર સમક્ષ રજુઆત કરી છે કે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખની સહાય આપવી જોઈએ અને માસિક 10 હજાર રૂપિયાનું પેન્શન આપવું જોઈએ. આવા કુટુંબના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશનની તર્જ પર આ બાળકોના શિક્ષણનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે.

BPL કાર્ડની તર્જ પર “કોરોનાગ્રસ્ત કુટુંબ કાર્ડ”ની ફાળવણી કરવામાં આવે અને BPLમાં આપવામાં આવતા અનાજ સહિતના તમામ લાભો આ કાર્ડ ધારકોને આપવામાં આવે. સાથે જ રાજ્યમાં નાના ધંધાર્થીઓને 6 હજારની માસિક સહાય આપવા માગણી કરવામાં આવી છે.

Latest Stories