અમદાવાદ : કોંગ્રેસના વિચાર વિભાગના પ્રમુદ ઉમાકાંત માંકડ સસ્પેન્ડ, જુઓ શું છે કારણ

New Update
અમદાવાદ : કોંગ્રેસના વિચાર વિભાગના પ્રમુદ ઉમાકાંત માંકડ સસ્પેન્ડ, જુઓ શું છે કારણ

રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીના પડઘમ વાગી રહયાં છે ત્યારે કોંગ્રેસે તેના વિચાર વિભાગના પ્રમુખ ઉમાકાંત માંકડને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરી દીધાં છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે સફાઈ અભિયાન શરૂ કર્યું છે. પાર્ટીએ કોંગ્રેસ વિચાર વિભાગના પ્રમુખ ઉમાકાંત માંકડને પક્ષ વિરોધી કાર્ય બદલ સસ્પેન્ડ કર્યા છે સૂત્રોના કહ્યા પ્રમાણે માંકડને કોંગ્રેસ દ્વારા વિચાર વિભાગના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ હતી. આ જવાબદારી દરમિયાન તેઓ પક્ષ વિરોધી લખાણ સોશિયલ મીડિયામાં અવારનવાર લખતા હોવાથી પક્ષની છબી ખરડાઇ રહી હતી. ઉમાકાંત માંકડ કોંગ્રસ કાર્યાલયમાં કડવું અને આખું બોલવા માટે જાણીતા હતાં.

જોકે, તેમનું કડવું અને આખું બોલવાની પદ્ધતિને પક્ષના નેતાઓ તેમની વફાદારીને ધ્યાનમાં રાખીને ગણતરીમાં લેતા ન હતાં. જોકે, પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા આવ્યા પછી વિચાર વિભાગના વડા માંકડને ગંભીર જવાબદારી અપાઈ હતી. તેમ છતાં પણ તેઓ સોશિયલ મીડિયામાં પણ કોંગ્રેસ વિરોધી લખાણ લખતા હતા.આ બાબતે તેમને અનેકવાર ચીમકી આપવામાં આવી હતી. તેમ છતાં તેમણે પોતાની પ્રવૃતિ ચાલુ રાખતાં આખરે તેમને પક્ષમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે.

Latest Stories