Connect Gujarat
Featured

અમદાવાદ: ઓક્સિજનની અછતને પોહચી વળવા રાજ્યની સૌથી મોટી કોવિડ હોસ્પીટલમાં ઓક્સિજન ટેન્કનું નિર્માણ

અમદાવાદ: ઓક્સિજનની અછતને પોહચી વળવા રાજ્યની સૌથી મોટી કોવિડ હોસ્પીટલમાં ઓક્સિજન ટેન્કનું નિર્માણ
X

રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે રાજ્યની અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદમા રાજ્યની સૌથી મોટી 1200 બેડની કોવીડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને પોહચી વળવા આખો પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યો છે અને છેલ્લા 1' મહિનાથી અહીં 24 કલાક એર ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

રાજ્યની સૌથી મોટી 1200 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાથી સતત દર્દીઓ આવી રહયા છે. અહીં રાત દિવસ એમ્બ્યુલન્સના વેઇટિંગ ચાલી રહયા છે ત્યારે અહીં જે દર્દીઓ દાખલ થાય છે તેમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ વધારે આવી રહયા છે જેમની સ્થિતિ ગંભીર હોવાથી આ દર્દીઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે હોસ્પિટલની બહાર વિશાળ ઓક્સિજન ટેન્ક ઊભું કરાયું છે અને અહીં લીકવીડ ઓક્સીજનમાંથી એર ઓક્સિજન બનાવી દર્દીઓ સુધી પાઇપ લાઈન દ્વારા પોંહચાડવામાં આવી રહ્યો છે.

અહીં આ ઓક્સિજન ટેન્કમાં પ્રતિદિવસ લીકવીડ ઓક્સિજનના 16 ટનના 5 થી વધુ ટેન્કર નાખવામાં આવે છે. આ લીકવીડ ઓક્સીજનમાંથી એર ઓક્સિજન બની હોસ્પિટલમાં પોહ્ચે છે. અગાઉ જ્યારે કોવીડની ગંભીર સ્થિતિ ન હતી ત્યારે પાંચ ટનની ક્ષમતાવાળી ટેન્ક રોજ એક વાર જ ભરવી પડતી હતી, પણ આજે ઓક્સિજનનો પુરવઠો વધુ વપરાતો હોવાથી ઓક્સિજન ટેન્ક દિવસમાં ત્રણ થી ચાર વાર ભરવાની ફરજ પડે છે, ત્યારે હવે આ નવી વ્યવસ્થા ઉભી કરવાથી સમયનો બચાવ થશે અને દર્દીને ઓક્સિજનનો જથ્થો વિક્ષેપ રહિત અને પૂરતા પ્રેશરથી મળી રહેશે.

સિવિલમાં બે મહિના પહેલા જ્યારે કોવીડની સ્થિતિ ગંભીર ન હતી ત્યારે દૈનિક ધોરણે અંદાજે 1 કરોડ લીટર ઓક્સિજનનો વપરાશ થતો હતો, તે વપરાશ આજે વધીને લગભગ બમણો એટલે કે 2 કરોડ લીટરે પહોંચ્યો છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર એ કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે અને અહીં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અનેક હોસ્પિટલોમાં જ્યારે ઓક્સિજન ખૂટી પડયા છે ત્યારે 1200 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન નિયમિત દર્દીઓ સુધી પોહચી રહ્યો છે.

Next Story