અમદાવાદ : ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ, 2 પોલીસ અધિકારી દ્વારા મારામારીનો વિડિયો વાઇરલ

New Update
અમદાવાદ : ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ, 2 પોલીસ અધિકારી દ્વારા મારામારીનો વિડિયો વાઇરલ

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં 6 તારીખે 2 પોલીસ અધિકારીએ કરેલી મારામારી અને બેફામ અપશબ્દ બોલતા સીસીટીવી સામે આવ્યા છે. મંદિરમાં જ્યારે ચેરમેનની નિયુકતી થઇ ત્યારે આ મારામારીના આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલે ભાવનગર રેન્જ આઇજી સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી છે સીસીટીવી જાહેર થતા પોલીસ બેડામાં ચર્ચા જાગી ઉઠી છે.


ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે નવો વળાંક સામે આવ્યો છે. જેમાં  પરિવર્તનના દિવસે મંદિરમાં થયેલી માથાકૂટના CCTV સામે આવ્યાં છે. જેમાં 2 પોલીસ અધિકારી પર મારામારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંદિરમાં 6 ડિસેમ્બરે રમેશ ભગતને નવા ચેરમેન બનાવવામાં આવ્યા ત્યારે કોરમ મુજબ હરજીવન સ્વામીને દૂર કરવામાં આવ્યા હતા અહીં બને પક્ષ વચ્ચે સત્તા ને લઇ વિવાદ ચાલીઓ રહ્યો છે તો હરજીવન સ્વામી પર 21 કરોડની ઉચ્ચાપતનો આરોપ પણ લાગ્યો છે.


આજે અમદાવાદ ખાતે પ્રેસ કોંફેરેન્સમાં પોલીસની દાદાગીરી મામલે એસ પી સ્વામીએ કહ્યું કે DySP કક્ષાના અધિકારીને આવુ વર્તન શોભતું નથી. ધર્માચાર્યો, સાધુ -સંતો આ મામલે જવાબ આપશે, છેલ્લા 6 મહિનાથી ટ્રસ્ટની મિટીંગ બોલાવાઇ નથી. જ્યારે એસ.પી. સ્વામીએ કરોડોની ઉચાપત થઇ હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે આ ઉચાપત મુદ્દે જવાબ આપવા હરિજીવન સ્વામી હાજર રહેતા નહોતા. એસ. પી. સ્વામીએ આક્ષેપ કરતા કહ્યું કે કરોડો રુપિયા આપી પોલીસ દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નૌતમ પ્રકાશ અને વિવેક સાગરનું ષડયંત્ર હોવાનો એસ. પી. સ્વામીએ આરોપ લગાવ્યો છે.


જે સીસીટીવી જાહેર થયા છે તેમાં પણ દેખાઈ છે કે ડીવાયએસપી નાકું અને તેની સાથેના બીજા પોલીસ અધિકારી દાદાગીરી કરતા નજરે પડે છે એટલુંજ નહિ પણ નાકું ચેરમેન રમેશ ભગતને થપ્પડ પણ મારે છે ત્યાર બાદ ત્યાં સાધુ સંતોની હાજરીમાં બેફામ અપશબ્દ બોલે છે ડીવાયએસપી નકુમનો ફોન પર સંપર્ક થઇ શકતો નથી પણ ફરીવાર ગઢડાનું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે.

Latest Stories