અમદાવાદ: સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ,35 કેદીઓ કોરોના સંક્રમિત

New Update
અમદાવાદ: સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ,35 કેદીઓ કોરોના સંક્રમિત
Advertisment

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ હવે રોકેટ ગતીએ આગળ વધી રહ્યું છે. દર્દીઓ પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યાં છે. ત્યારે હવે સાબરમતિ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 35 કેદીઓ પોઝિટિવ આવ્યાં છે. તેમજ 55 કેદીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

 

Advertisment

 કોરોનાનું સંક્રમણ વધવાને કારણે સાબરમતિ જેલમાં કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ગણતરીના કલાકોમાં જ 35 દર્દીઓ કોરોના પોઝિટિવ સામે આવતા સમગ્ર જેલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે કુલ 55 જેટલા કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. આ અંગે જેલના અધિકારી જણાવ્યું હતું કે જેલમાં હાલ કેદીઓનું ટેસ્ટીગ કરવામાં આવી રહ્યું છે જેમાં કેદીઓને પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અમદાવાદની સાબરમતી જેલ રાજ્યની સૌથી મોટી જેલ ગણવામાં આવે છે અહીં આંતકીથી લઇ અનેક ખૂંખાર આરોપીઓ સજા ભોગવી રહયા છે ત્યારે કોરોના કેસ અહીં જેલમાં વધતા ચિંતા વ્યાપી છે પોઝિટિવ આવેલ કેદીઓને અલગ ખસેડી આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેની સારવાર શરૂ કરવામાં આવી છે તો ગંભીર કેદીઓને હોસ્પિટલ ખસેડવાની સૂચના આપવામાં આવી છે 

Latest Stories