અમદાવાદ: કાલુપુર રેલ્વે સ્ટેશનથી કોરોનાનો શહેરમાં પ્રવેશ! તંત્રની આવી બેદરકારી ?

New Update
અમદાવાદ: કાલુપુર રેલ્વે સ્ટેશનથી કોરોનાનો શહેરમાં પ્રવેશ! તંત્રની આવી બેદરકારી ?

રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે અને સૌથી વધુ કેસ રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યા છે . ત્યારે સરકારે મહારાષ્ટ્રથી આવતા તમામ મુસાફરોને RTPCR ફરજિયાત કરી દીધો છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને નામ પૂરતી એક ટેસ્ટિંગ ટિમ કાર્યરત કરવામાં આવી છે એટલે રાજ્યમાં સરકારે જાહેર કરેલો આદેશ માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.  

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન રાજ્યનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે અહીંથી દરરોજ હજારો યાત્રિકો ટ્રેનની સફર કરે છે અને હજારો યાત્રિકો રાજ્યમાં પ્રવેશ કરે છે ત્યારે રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે તો સાથે દેશના અનેક રાજ્યોમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજા રાજ્યોમાંથી આવતા યાત્રિકોમાં કોરોનાના લક્ષણો છે કે નહિ તે માટે રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે મેડિકલ ટિમ કાર્યરત કરવામાં આવી છે અહીં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે પણ તે નામ પૂરતું છે કાલુપુર રેલવે સ્ટેશન બહાર આવવાના અનેક રસ્તાઓ છે પણ અહીં માત્ર એક સ્થળે ટિમ કાર્યરત છે . અનેક યાત્રિકો બહારના રાજ્યમાંથી જે ગુજરાતમાં આવે છે તે બીજા રસ્તેથી બહાર આવી જાય છે જો આવા યાત્રિકોમાં કોરોના લક્ષણ હોઈ તો તેઓ સુપર સ્પ્રેડર બની શકે છે રેલવે સ્ટેશનની બહાર 1 માત્ર કોરોના ટેસ્ટિંગ માટે મેડિકલ ટીમને બેસાડવા આવી છે . મેડિકલ ટીમે જણાવ્યું કે અહીંયા લોકો સ્વૈચ્છિક રીતે કોરોના ટેસ્ટ કરાવે છે. સવારથી લઈને 1 વાગ્યા સુધી માત્ર 5 લોકોએ જ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તમામ લોકો સ્થાનિક જ હતા. પંજાબ થી આવેલ યાંત્રિકનું કેહવું છે કે તેમણે પોતાની સુરક્ષા માટે ટેસ્ટ લખાનપુર કરાવ્યો બાકી દિલ્હી થી ગુજરાતની વચ્ચે કોઈ ચેકીંગ નથી કે કોઈ ટેસ્ટિંગ થતું નથી બધું રામ ભરોસે ચાલે છે. 


આમ અમદાવાદ સહીત રાજ્યભરમાં કોરોના સામે સરકારે કડક નિર્ણયો જાહેર કર્યા છે પણ અમદાવાદ રેલવે સ્ટેશને કોઈ અમલીકરણ નથી થતું અને હજારો યાત્રિકો અમદાવાદ અને રાજ્યમાં પ્રવેશ કરી રહયા છે જો આ યાત્રિકોમાં કોઈ કોરોના પોઝિટિવ લક્ષણો હોઈ તો આવનાર સમયમાં રાજ્યમાં કોરોના તેજ ગતિએ વધી શકે છે.

Latest Stories