અમદાવાદ : કોરોનાએ બગાડયું IIMનું "મેનેજમેન્ટ", 104 લોકો કોરોના પોઝીટીવ

New Update
અમદાવાદ : કોરોનાએ બગાડયું IIMનું "મેનેજમેન્ટ", 104 લોકો કોરોના પોઝીટીવ

અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા આઇઆઇએમનું મેનેજમેન્ટ કોરોનાએ બગાડી નાંખ્યું છે. સંસ્થાના 70 વિદ્યાર્થીઓ સહિત કુલ 104 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યાં છે.

અમદાવાદમાં કોરોનાનાનો હાહાકાર યથાવત છે અને શહેર ફરીવાર હોટસ્પોટ બની રહ્યું છે ત્યારે અમદાવાદ IIMમાં કોરોના બ્લાસ્ટ થયો છે અને અહીં કેમ્પસમાં કુલ 104 દર્દીઓ મળી  આવતા ફફડાટ ફેલાયો છે. 70  છાત્રો સહીત કુલ 104 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવતાં દોડધામ મચી ગઇ છે. એક સાથે આટલા બધાં કેસ આવતાં ચારેતરફ ભયનો માહોલ જોવા મળી રહયો છે. કેમ્પસની અંદરનો મોટાભાગનો વિસ્તાર કંટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી રહ્યો છે અને આઇઆઇએમમાં કામ વગર પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સંસ્થામાં કોરોના વિસ્ફોટની વાત કરવામાં આવે તો 12 માર્ચના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું છે.કેમ્પસમાં વેક્સનીનેશનની સ્પેશ્યલ ડ્રાઈવ પણ કરવામાં આવી છે. અમદાવાદની ટોચની શિક્ષણ સંસ્થાઓમાં પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. હાલ તો યુધ્ધના ધોરણે કેમ્પસને સૅનેટાઇઝેશન કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. જયારે તકેદારીના પગલાં રૂપે કેમ્પ્સમાં 92 થી વધુ રૂમોને કંટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે અને કેમ્પસમાં બાકી રહેલા લોકોની રેન્ડમ ટેસ્ટિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે.