અમદાવાદ : કોરોના સામે સુરક્ષા કવચ, રસીકરણ માટે યુવાનોમાં ઉત્સાહ

અમદાવાદ : કોરોના સામે સુરક્ષા કવચ, રસીકરણ માટે યુવાનોમાં ઉત્સાહ
New Update

ગુજરાત સ્થાપના દિનના દિવસથી જ રાજયના 10 જિલ્લાઓમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. રાજય સરકારે જયાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા 10 જિલ્લાઓને રસીકરણ અભિયાનમાં આવરી લીધાં છે. અમદાવાદ શહેરમાં 18 વર્ષ કે તેથી વધારે ઉમંર ધરાવતાં યુવાનોમાં રસી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

કેન્દ્ર સરકારે પહેલી મેના રોજથી દેશભરમાં 18 થી 44 વર્ષની આયુ ધરાવતાં લોકોનો કોરોનાની વેકસીન આપવાના અભિયાનની શરૂઆત કરી છે. ગુજરાતના 10 જિલ્લાઓમાં વેકસીનેશનની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 76 ખાનગી અને મ્યુનિસિપલ શાળાઓ તેમજ કોમ્યુનીટી હોલ અને સ્વામિનારાયણ મંદિર મળી કુલ 80 સ્થળોએ વેકસીનેશન સેન્ટર શરૂ કરાયાં છે. 18 થી 44 વર્ષની વય ધરાવતાં વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને જે સમય અને સ્થળ નક્કી હશે ત્યારે જ રસી આપવામા આવશે. વેક્સિનેશન કેન્દ્ર પર ઓનલાઇન રજિસ્ટ્રેશનની કોઈ વ્યવસ્થા નથી. રસી લેવા આવનાર વ્યક્તિએ પોતાની ઓળખ માટે આધારકાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ લાવવાનું રહેશે.પૂર્વં અને પશ્ચિમ અમદાવાદમાં વેક્સીન કેન્દ્રો પર લોકો પોતાના ટાઈમ અને અને નંબર પ્રમાણે વેકસીન લેવા માટે આવી રહયાં છે.

રસી લેવા આવનાર યુવાઓનું કેહવું છે કે સારી વ્યવસ્થા છે અને કોરોનાના પ્રોટોકલ પ્રમાણે અહીં વેક્સીન આપવામાં આવી રહી છે રજીસ્ટ્રેશન પણ સરળ છે અમને ટાઈમ સ્લોટ પણ મળ્યો હતુ અમને અહીં વેક્સીન લીધા બાદ માહિતી પણ આપવામાં આવી છે કે શું પગલાં લેવા જોઈએ. દરેક લોકોએ વેક્સીન લેવી જોઈએ વેક્સીનની કોઈ આડ અસર નથી. યુવાઓએ સરકારની સુવિધાની પણ પ્રશંસા કરી હતી. વેક્સીન કેન્દ્ર પર હાજર ડોક્ટર પ્રકાશે જણાવ્યું કે અહીં કોરોના ગાઇડલાઇન મુજબ વેક્સીન આપવામાં આવે છે એક કેન્દ્ર પર 200 લોકોને વેક્સીન મુકવાનો લક્ષયાંક રાખવામાં આવ્યો છે.

#Ahmedabad #Connect Gujarat News #corona vaccination #Ahmedabad News #Vaccination News #Ahmedabad Corona Vaccine #Vaccine Distribution #Corona Virus Ahmedabad
Here are a few more articles:
Read the Next Article