/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/03182500/CG_ahm_corona-vection-at-home-e1617454627991.jpg)
અમદાવાદમાં એએમસીએ મોટી ટાઉનશીપ અને રેસિડેન્સ વિસ્તારોમાં હવે વેક્સિનેશની પ્રકિયા શરુ કરી છે અલગ અલગ ઝોનમાં મેડિકલની ટિમો કામે લાગી છે. મેડિકલ ટિમ દ્વારા મોટી સોસાયટી અને ટાઉનશિપમાં લોકોને ઘર આંગણે જ વેક્સિન આપવામાં આવી રહી છે.
રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા 6 દિવસથી કોરોના કેસ 600ની આસપાસ આવી રહયા છે ત્યારે સ્થાનીય તંત્ર અને એએમસી હવે સામાન્ય જનતા સુધી પોહચી રહી છે. એએમસી દ્વારા શહેરની મોટી ટાઉનશીપ સોસાયટીઓમાં વેક્સિનેશન કેમ્પ કરવામાં આવી રહયા છે જેથી મોટી સંખ્યામાં વેક્સિનેશન થઇ શકે.શહેરના બોપોલમાં આવેલ સફળ પરિસરમાં મોટી સંખ્યામાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે અહીં સિનયર સીટીઝન સહીત પરિસરના દરેક લોકો વેક્સિનેશન કરાવવા પોહ્ચ્યા હતા. અહીં વેક્સિનેશન લેવા આવનાર ચિરાગ પટેલ કહે છે કે અમારી ટાઉનશીપમાં 2 હજાર થી વધુ લોકો રહે છે અને અમારે ત્યાં સિનયર સીટીઝન પણ છે અમે અમારા સ્થાનીય કોર્પોરેટર ને વાત કરી અને અમને વેકનીનેશન કેમ્પ મળ્યો આ સારી વ્યવસ્થા છે અમને અહીજ વેક્સિનેશન મળ્યું છે અમારે ક્યાંય હેલ્થ સેન્ટર સુધી જવું નથી પડ્યું.
હાલમાં દેશભરમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અહીં અત્યારસુધીમાં કુલ 65,19,976 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ત્યાર બાદ બીજા નંબર પર ગુજરાત આવે છે, જ્યાં કુલ 61,65,176 લોકોએ વેક્સિન લઈ લીધી છે. મહારાષ્ટ્રમાં દૈનિક અંદાજે 3 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં દૈનિક 2.5 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે છતાં છેલ્લા બે દિવસથી ગુજરાતમાં દૈનિક 4 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ રહી છે. તો જો આ જ પ્રમાણે રસીકરણની કામગીરી ચાલશે તો ટૂંક સમયમાં ગુજરાત વેક્સિનેશન મામલે સમગ્ર દેશમાં નંબર વન બની જશે.