અમદાવાદ: પશ્વિમ વિસ્તાર બન્યું કોરોનાનું હોટસ્પોટ, તંત્ર દ્વારા ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા

અમદાવાદ: પશ્વિમ વિસ્તાર બન્યું કોરોનાનું હોટસ્પોટ, તંત્ર દ્વારા ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા
New Update

કોરોના મહામારીને એક વર્ષ પૂરું થતાં જ ફરી એકવાર રાજ્યમાં કેસોમાં વધારો થયો છે. ગત માર્ચ 2020માં શરૂ થયેલી મહામારીમાં પૂર્વના કોટ વિસ્તારમાં કેસો વધ્યા હતા. જો કે કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોના વધુ ફેલાયો છે.

અમદાવાદના  પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને ગોતા, ચાંદલોડિયા, બોપલ,બોડકદેવ અને વસ્ત્રાપુર જેવા વિસ્તારમાં કોરોના વધુ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં 200થી વધુ કેસો છે જેમાં બોપલમાં અને ગોતા વિસ્તારમાં આશરે 50 જેટલા કેસો છેલ્લા ચાર દિવસમાં આવ્યા હોવાનું  જાણવા મળ્યું છે તો પશ્ચિમ અમદાવાદમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તેને જોતા એએમસી દ્વારા અલગ અલગ સ્થળોએ  ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ માટે પહોચી રહ્યા છે. એએમસીની વ્યવસ્થાથી અહીં ટેસ્ટ કરાવનાર લોકો પણ ખુશ છે તેઓ પણ માની રહયા છે કે જો કોઈને લાગે કે કોરોના લક્ષણ છે તો તેમણે સામે આવીને ટેસ્ટ કરાવવો જોઈએ જેથી આપને ખ્યાલ આવે કે આપ પોઝિટિવ છો કે નેગેટિવ. પશ્ચિમ અમદાવાદમાં 55 થી વધુ ડોમ કાર્યરત કરવામાં આવ્યા છે વસ્ત્રાપુર બોડકદેવ સહિતના વિસ્તારોમાં સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહયા છે અહીં કોરોના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે અને અનેક વિસ્તારો સોસાયટીઓ માઈક્રો કંટેનમેન્ટમાં મુકવામાં આવી છે સ્થાનિક તંત્ર અને એએમસી પણ અપીલ કરી છે કે સામાન્ય લક્ષણો પણ દેખાઈ તો નજીકના ટેસ્ટિંગ ડોમ માં ટેસ્ટ કરાવો આમ પશ્ચિમ અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે

#Connect Gujarat #Corona Virus #Amdavad #Gujarat Corona Virus #corona news #Coroan Gujarar #Corona Hotspot
Here are a few more articles:
Read the Next Article