/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/08141513/AHM-HIGH-COURT-BANDH.jpg)
રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યના પાંચ મોટા શહેરોમાં આજથી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ રહેશે. રાજ્યની કોર્ટોમાં 50 ટકા કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસ બેકાબુ થઇ રહયા છે અને ગુજરાત હાઇકોર્ટ સહીત અનેક જિલ્લાની કોર્ટમાં કોરોના સંક્રમણ વધ્યું છે અનેક જજ સહીત સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદ, રાજકોટ, સુરતની તમામ કોર્ટમાં કામગીરી બંધ રહેશે. વડોદરા, જામનગરની તમામ કોર્ટમાં પણ ફિજિકલ કામગીરી કરવામાં નહીં આવે કોરોનાનું સંક્રમણ વધ્યુ હોવાને કારણે 17 એપ્રિલ સુધી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ રહેશે. હાલ માત્ર કોર્ટ સ્ટાફ અને અર્જન્ટ સુનાવણી માટે જ વકીલને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે . ગુજરાત હાઇકોર્ટ પણ 10 એપ્રિલથી બંધ કરવામાં આવશે અને 14 એપ્રિલ સુધી હાઇકોર્ટના તમામ વિભાગોને સૅનેટાઇઝ કરવામાં આવશે.
હાઇકોર્ટના ચીફ જજ પારડીવાળા અને તેમના પત્ની પણ કોરોનાની ઝપેટમાં છે તો અમદાવાદની મેટ્રો કોર્ટમાં પણ કોરોનાનો હાહાકાર છે અહીં 12 થી વધુ લોકો પોઝિટિવ આવતા કોર્ટની કામગીરી બંધ કરવામાં આવી છે.